સમાજ ની પ્રવૃતીઓ

• શૈક્ષણીક સન્માન

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ - નવી મુંબઈ દ્વારા સમાજના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ને છેલ્લા ઘણા વર્ષોથી સન્માનીત કરવામાં આવે છે. શૈક્ષણીક સન્માન સમારોહમાં અનેક સાંસ્કૃતીક પ્રવૃતીઓ વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવે છે જેમા વિદ્યાર્થીઓને સ્ટેજ તેમજ માઈક આપીને વકૃત્વ સ્પર્ધા દ્રારા સમાજના યુવાવર્ગને પોતાનું વાચા કરવામાં ખુબજ લાભદાયી રહી આપણા સમાજના બાળકો તથા યુવાવર્ગમાં છુપી રહેલી ક્ષમતાઓને અનેક સાંસ્કૃતીક સમારોહમાં લાવીને યુવાવર્ગને સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવનાને પ્રજ્વલીત કરવામાં શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ - નવી મુંબઈ નો ખુબજ મોટો ફાળો છે. દરવર્ષે સમાજ દ્રારા આ સમારોહનું આયોજન કરવામા આવે છે ત્યારે હાજર મહાનુભાવો આનંદ વિભોર થઈ શૈક્ષણિક કાર્ય માટે નાણાકિય યોગદાન (દાન) આપ્યા વગર રહી શક્તા નથી. જે કાર્યક્રમની સફળતાનો આંક દર્શાવે છે.


• ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પ

શ્રી સૌરાષ્ટ્ર પટેલ સમાજ - નવી મુંબઈ દ્વારા ફ્રિ મેડિકલ ચેકઅપ કેમ્પ, બ્લડ ડોનેશન કેમ્પ, વૈદકિય સહાયની પ્રવૃત્તિઓ, શૈક્ષણિક સહાય, નૂતન વર્ષ સ્નેહમિલન, પિકનીકનું આયોજન. આ ઉપરાંત સમાજના જરૂરત મંદ વિધવા બહેનોને સહાય નિરાધાર કુટુંબોને આર્થિક સહાય તેમજ આર્થિક રીતે નબળા કુટુંબોને સહાય જેવા સેવા કાર્યો સમાજ દ્વારા કરવામાં આવે છે.


• આપણા સમાજની મહિલાઓને કેમ ભૂલાય?

ઉપરની બધીજ સેવા પ્રવૃત્તિઓ તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં મહિલાઓનો ફાળો નોંધપાત્ર છે. મહિલા વિંગના અધ્યક્ષા બેનના નેતૃત્વ કરવામાં આવતી શરદપૂર્ણિમા/નવરાત્રી રાસ-ગરબાનો કાર્યક્રમ હોય, મોનસૂન પિકનિક હોય કે ગૅટ-ટુ-ગેધર દ્વારા વિવિધ પાકશાસ્ત્રની માહિતીનો કાર્યક્રમ હોય, ઘેરબેઠા ચોકલેટ બનાવાની રીત શિખવવાની હોય, સૌંદર્ય પ્રસાધન વિષયક માહિતીનું જ્ઞાન આપવાનું હોય આવા બધાજ આયોજનો સુનિયોજીત પણે કરવામાં તેઓ તથા તેમની ટીમ પણ ધન્યવાદને પાત્ર છે.